મારે શું

તમે પીળી પિતાંબરી પહેરીને ઊભા તો ભલે ઊભા

મારે શું

જમુનાની વાટ તમે કાંકરી ઉલાળી બેઠા તો ભલે બેઠા

મારે શું

હું તો મારે નીકળી ગઈ આંખ તીરછી કરીને

એમ મારી મટુકી કોઈ ફોડે ને ઢોળે

એ વાતમાં શું માલ છે

તમે કાનમાં કુંડળ પહેરીને ફરતાં તો ભલે ફરતાં

મારે શું

કદંબની ડાળીએ જઈ તમે વેણુ લઈ બેઠા તો ભલે બેઠા

મારે શું

હું તો મારે જઈ ચડી જમુનાઘાટ ભર્યું બેડે પાણી

ને નીકળી પડી કુંજગલીમાં

એમ કાંઈ મારી કંચૂકીની કસ છૂટે ને તૂટે

એ વાતમાં શું માલ છે

હીરે જડ્યો મુગટ ને ઉપર મોરપિચ્છનું છોગું

ધરીને તમે બાંકે બિહારી રહ્યા તો ભલે રહ્યા

મારે શું

પગની આંટી વાળીને તમે વનમાળી થયા તો ભલા થયા

મારે શું

( નીતા રામૈયા )

3 thoughts on “મારે શું

 1. હીરે જડ્યો મુગટ ને ઉપર મોરપચ્છનું છોગું

  ધરીને તમે બાંકે બિહારી રહ્યા તો ભલે રહ્યા

  મારે શું

  પગની આંટી વાળીને તમે વનમાળી થયા તો ભલા થયા

  મારે શું

  bahu sunder

 2. khub saras..hamna j sunday shri suresh dalal e aa poem no ras swad karavyo hato divya bhaskar ma tyare j thyu k aa mara mitro ne mokalvi joiye ne tame e mari ichha puri kari che e badal khub khub abhar..bahu var tame aapeli poems frds ne moklu chu e bada jetlo aabhar manu te oocho j che…thodu lakhyu che e zazu samji ne vanchsho ej apeksha…

 3. પગની આંટી વાળીને તમે વનમાળી થયા તો ભલા થયા, મારે શું !

  કૃષ્ણભક્તિનું એક નવી જ ભાત પાડતું ગીત !

  અભિનંદન !

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.