ચાલ્યા કરે

ધૂપ પણ છે, છાંવ છે ચાલ્યા કરે
ઝાંઝવાં છે, નાવ છે ચાલ્યા કરે.

આંખ ભીની થાય શું કારણ વગર?
બસ જરા લગાવ છે ચાલ્યા કરે.

ગત સમયના ધૂંધળા નકશા ઉપર
સાવ લીલા ઘાવ છે ચાલ્યા કરે.

આ ક્ષણોનો કાફલો ચાલ્યો હવે,
આ કશીયે રાવ છે ચાલ્યા કરે.

ને સમય થંભી ગયો એવું કહી,
આજ મારો દાવ છે ચાલ્યા કરે.

( સલીમ શેખ ‘સાલસ’ )

6 thoughts on “ચાલ્યા કરે

 1. આંખ ભીની થાય શું કારણ વગર?
  બસ જરા લગાવ છે ચાલ્યા કરે.

  khub saras

 2. KHAREKHAR KHUB SRAS CHHE. AAM JOIE TO SAMANY MANAS NU JIVAN KAIK ANSHE AVU J HOY CHHE. ANE TE KYA PURU THAI JAY TENI MANAS NE KHABAR NATHI PADTI. ANTIM SAMAY SHUDI ASHA O ANE SAPNA O.

 3. ne samay thambhi gayo evoo kahi…….
  aaj maro daav chhe chalya kare…

  wah…manushya na jiwan ma aavuj chaltu
  hoi chhe…
  khubaj pasand aavi..

 4. આજ તો બ્લોગ જગતની ખરી મજા યારો
  સરસ રચનાઓની આવજાવ છે ચાલ્યા કરે…

  ક્યારેક કોઈને લાગી આવે ખોટું શું કરીએ
  જેવો જેવો માનવીનો સ્વભાવ છે ચાલ્યા કરે…

  મળીયે ને વિસરીએ એવો કોઈ વહેવાર નથી
  મિલનમાં ય જુદાઈનો રહે ભાવ છે ચાલ્યા કરે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.