બારસો ‘સ્ક્વેર ફીટ’નો ટીપટોપ મોટો બ્લોક!
મમ્મી બેન્કમાં સર્વિસ કરવા ગઈ છે.
પપ્પા ઓફિસને કામે કલકત્તા ગયા છે.
હમણાં જ ચાલતાં શીખેલો મીકી
કોઈને શોધતો હોય એમ
ડ્રોઈંગરૂમમાંથી બેડરૂમમાં
અને બેડરૂમમાંથી ડ્રોઈંગરૂમમાં
આવ-જા કર્યા કરે છે.
ઘરનો વિશ્વાસુ સખારામ ફોન ઉપર વાતોની આપલે કરે છે.
વૃદ્ધ આયા પાન ચાવે છે
અને
થોડી થોડી વારે ચોખા વીણવાની ચેષ્ટા કરે છે!
( વિપિન પરીખ )