આ જિંદગી

આ જિંદગી છે કબ્રસ્તાન મોટું;

વિખરાયેલી પડી છે ચોતરફ-

કબરો, સંબંધોની.

દરેક કબરમાં

સંબંધોની સાથે દફનાવાયો છે

મારો પણ કોઈક હિસ્સો.

ક્યાંક દિલ, ક્યાંક દિમાગ,

ક્યાંક શ્રદ્ધા, ક્યાંક સન્માન-

અને લાગણી તો બધામાં.

સંબંધોની કબરો વચ્ચે

આવશે સમય મને જમીનમાં ઉતારવાનો

બચ્યું હશે કંઈ?

સિવાય કે મારી છબી

હું તો

વેરણ છેરણ સંબંધોની કબરમાં

વહેલો જ દટાઈ ચૂક્યો હોઈશ.

( ડો. પુલિન વસા )

3 thoughts on “આ જિંદગી

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.