આ બધું મારું નથી પણ કેમ છોડી આવવું?
સાંકળો પગમાં પડી છે કેમ દોડી આવવું?
હું વિખુટો થૈ ગયો છું સાવ મારા દેહથી;
અન્ય પડખું ના મળે તો કેમ જોડી આવવું?
આજુબાજુ કેટલાંયે કાચઘરમાં કેદ છું;
કો’ બતાવો કાચઘરને કેમ તોડી આવવું?
ક્રોસ કેરો બોજ ખંભે લૈ સતત ફરતો રહું;
ક્યાંય પણ મૂકી શકું , કેમ ખોડી આવવું !
બીજ કૈં છે ભીતરે આશા અને અરમાનનાં-
મનધરાથી કેમ એને આમ ગોડી આવવું?
( આહમદ મકરાણી )



3 Comments
cross kero boj khambhe lai satat farto rahu
kyay pan muki saku , kem jodi aavavu
bij kai che bhitare aasha ane armanana
mandharathi kem ene aam godi aavavu.?
khubaj sundar ,,khari maja aavi.
ગમી જાય એવી ગઝલ.
Kub saras ane chotdar gazal chhe.