હર ઘડીના Jun22 હર ઘડીના હાલ વિશે ના કહો આજ અથવા કાલ વિશે ના કહો હું સતત બચતો રહ્યો સંજોગથી કારણોની ઢાલ વિશે ના કહો બીજ ઉછેર્યાઁ હતાં સાથે મળી સાંપડેલા ફાલ વિશે ના કહો એક માણસ દઈ ગયો વિશ્વાસ પણ એ પછીની ચાલ વિશે ના કહો હું પરત આવી ગયો એ માર્ગથી એ અધૂરા ખ્યાલ વિશે ના કહો ( ગણપત પટેલ ‘સૌમ્ય’ )
E adhura khayal vishe na kaho. Nice thoght.
thank you for sending such a nice poet to member.
keep it up
very very nice thoght.