હર ઘડીના

By heenaparekh  

હર ઘડીના હાલ વિશે ના કહો
આજ અથવા કાલ વિશે ના કહો

હું સતત બચતો રહ્યો સંજોગથી
કારણોની ઢાલ વિશે ના કહો

બીજ ઉછેર્યાઁ હતાં સાથે મળી
સાંપડેલા ફાલ વિશે ના કહો

એક માણસ દઈ ગયો વિશ્વાસ પણ
એ પછીની ચાલ વિશે ના કહો

હું પરત આવી ગયો એ માર્ગથી
એ અધૂરા ખ્યાલ વિશે ના કહો

( ગણપત પટેલ ‘સૌમ્ય’ )

Share

3 Comments

  1. pinke
    Posted June 22, 2009 at 7:31 pm | Permalink | Reply

    E adhura khayal vishe na kaho. Nice thoght.

  2. hemant doshi
    Posted June 23, 2009 at 7:22 pm | Permalink | Reply

    thank you for sending such a nice poet to member.
    keep it up

  3. Amit
    Posted August 12, 2009 at 2:31 pm | Permalink | Reply

    very very nice thoght.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME