આખી રાત વરસ્યો વરસાદ
ને તોય મારું આયખું કોરું કટ્ટ
આંખોની પાંપણો રાહ જોઈ થાકી,
ને રોઈ-રોઈ થાકી,
પણ તારો અણસાર જરાયે નહીં.
અંધારી રાત જાગી-જાગીને કાપી,
ને ઘૂંટી-ઘૂંટીને વાટી,
ને તોય રહ્યો ઓરસિયો કોરોકટ્ટ
ઉઘડે સવાર ને વેરાય તડકો,
તડકાના ફૂલો, ને ફૂલોનો તડકો
ખોબો ભરી અડાડું આંખે
ને ફૂલ બધાં બની જાય-
ઝાકળિયાં મોતી…
ને મોતી વેરાણાં છાતીના ચોકમાં,
ને તોય મારું આયખું કોરું કટ્ટ
રાત આખી વરસ્યો વરસાદ
ને તોય મારું આયખું કોરું કટ્ટ
( દુર્ગેશ ઉપાધ્યાય )
ઉઘડે સવાર ને વેરાય તડકો,
તડકાના ફૂલો, ને ફૂલોનો તડકો
ખોબો ભરી અડાડું આંખે
ને ફૂલ બધાં બની જાય-
ઝાકળિયાં મોતી…
nice WORDS! Enjoyed ! Thanks for the visit to Chandrapukar & your Comment.