તારા રૂમાલે

તારા રૂમાલે નક્કી ફરકવાનું હોય છે
મારે ય પછી સહેજ મલકવાનું હોય છે.

ભૂલા પડી જવાનું નથી કોઈ કારણે
મારે તો તારા ફળિયે રખડવાનું હોય છે.

શેરીની ધૂળમાં જ હું સંતાઈ જાઉં છું
ઘરમાંથી તારે જ્યારે નીકળવાનું હોય છે.

પડછયાને કશું જ નથી હોતું કામ, દોસ્ત
એને તો થોડું થોડું સરકવાનું હોય છે.

તેને ફિકર નથી કે સુખડમ્હેલ થશે રાખ
દીવાસળીએ માત્ર સળગવાનું હોય છે.

દુષ્કાળમાં એ બાળકો હરખી શકે જરા
તેથી તો વાસણોએ ખખડવાનું હોય છે.

કેદી છું ‘રાહી’ મનને હું સમજાવું કઈ રીતે
કે જેલના સળિયાએ સબડવાનું હોય છે.

( એસ. એસ. રાહી )

2 thoughts on “તારા રૂમાલે

  1. પડછયાને કશું જ નથી હોતું કામ, દોસ્ત
    એને તો થોડું થોડું સરકવાનું હોય છે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.