સુખ વિશે

સુખ વિશે જ્યાં હેસિયતની બહાર બોલ્યો,
સ્વપ્ન જુએ છે?-તરત અંધાર બોલ્યો.

કોઈ ના માન્યું, વધારે સાવ બગડ્યું,
હા, ઘણી વેળા થયું બેકાર બોલ્યો.

લાગણી સ્પર્શી અને મૂંગી રહી ગઈ,
આવડે એવું બધું વ્યવહાર બોલ્યો.

કેટલાં વરસો ગયાં એ ભૂંસવામાં,
ક્રોધમાં જે શબ્દ હું બે-ચાર બોલ્યો.

ખૂબ ઊંડી છે કહી સહુએ વધાવી,
વાત મામૂલી અગર વગદાર બોલ્યો.

એક વેળા સાંભળ્યું મેં આતમાનું
ત્યારથી વચ્ચે  એ વારંવાર બોલ્યો.

( હર્ષ બ્રહ્મભટ્ટ )

2 thoughts on “સુખ વિશે

  1. કેટલાં વરસો ગયાં એ ભૂંસવામાં,
    ક્રોધમાં જે શબ્દ હું બે-ચાર બોલ્યો.

    ખૂબ ઊંડી છે કહી સહુએ વધાવી,
    વાત મામૂલી અગર વગદાર બોલ્યો.

    સુંદર ગઝલ

Leave a Reply to Niraj Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.