ચાહ તો બસ સમગ્રતાથી ચાહ,
જીવ લેનાર વ્યગ્રતાથી ચાહ!
વૃક્ષ આકાશ આંબવા ઈચ્છે,
એ પ્રકારે જ અગ્રતાથી ચાહ!
એક ઝબકારે છેક પહોંચે વીજ,
એટલી તીવ્ર શીઘ્રતાથી ચાહ!
કોળશે એ જરૂર કૂંપળ થઈ,
શબનમી એવી આર્દ્રતાથી ચાહ!
ડાઘ ઝાકળનો પણ મળે જોવા,
ફૂલ પર હો એ શુભ્રતાથી ચાહ!
ના ડગે કોઈ ડરથી એ “સુધીર”
શિવ જેવી જ રુદ્રતાથી ચાહ!
( સુધીર પટેલ )
ના ડગે કોઈ ડરથી એ “સુધીર”
શિવ જેવી જ રુદ્રતાથી ચાહ!
સરસ.
Excellent
daagh zaakadno pan jowa maDe
phul par ho e subhrataathi chaah
Ch@ndr@