ભીંજાઈ ગઈ !

કરિશ્માને

કાગળમાં

મીંડા ચીતરતી જોઈ

મારાથી પુછાઈ ગયું,

”કેમ

દીકરા

આજ

તું બહુ ખુશખુશાલ છો?”

’ડેડી,

વાદળ ચીતરતાં ચીતરતાં

હું ભીંજાઈ ગઈ !’


( પ્રીતમ લખલાણી )

3 thoughts on “ભીંજાઈ ગઈ !

  1. લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર તમારા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. પણ હવે બ્લોગનું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે પહેલી પોસ્ટ પણ મૂકી દીધી. આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:

    દિશા-દર્શન, દશા-વર્ણન July 9, 2009

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *