ક્યાંય મળ્યું નહીં મોતી

આડું જોયું, અવળું જોયું-ક્યાંય મળ્યું નહીં મોતી

અડખે જોયું, પડખે જોયું-ક્યાંય મળ્યું નહીં મોતી .

ઝાકળ ઝાકળ રમતાં વાગ્યો

તૃણનો લીલો કોંટો

દરિયો લૈ નીકળ્યા તો સામે

મળી ગયો પરપોટો !

પાંપણ પરથી આંસુ લોહ્યું-ક્યાંય મળ્યું નહીં મોતી

આડું જોયું, અવળું જોયું-ક્યાંય મળ્યું નહીં મોતી.

અમથી અમથી જીદ કરીને

અવસર માગી લીધા

પછી ઘરના છાના ખૂણે

અમે એકાંતો પીધાં !

પળમાં મળ્યું, પળમાં ખોયું-ક્યાંય મળ્યું નહીં મોતી

આડું જોયું, અવળું જોયું-ક્યાંય મળ્યું નહીં મોતી.


( લાલજી કાનપરિયા )

One thought on “ક્યાંય મળ્યું નહીં મોતી

  1. ઝાકળ ઝાકળ રમતાં વાગ્યો

    તૃણનો લીલો કોંટો

    દરિયો લૈ નીકળ્યા તો સામે

    મળી ગયો પરપોટો !…

    Really nice, it has been days since i visited your blog…. so today visited for all those days’ sake.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *