સાવ મારો ખ્યાલ છોડી, મન તને સોંપી દીધું-
બસ, હરખથી દોડી-દોડી, મન તને સોંપી દીધું !
કોઈ સપનું, કોઈ ઈચ્છા, ના મને રોકી શકે;
બંધનો સઘળાંય તોડી, મન તને સોંપી દીધું !
આ હતા ને તે હતા, કૈં સગપણો સામાં હતાં:
લાગણી સૌની વખોડી, મન તને સોંપી દીધું !
તું કિનારો, તું જ મંજિલ, તું જ મારો નાખુદા,
તું જ દરિયો, તું જ હોડી, મન તને સોંપી દીધું !
ના ભજન કંઈ આવડે, ના બંદગીની પણ સમજ;
બસ, હરખથી હાથ જોડી, મન તને સોંપી દીધું !
( કિરીટ ગોસ્વામી )
hey nice one.
ના ભજન કંઈ આવડે, ના બંદગીની પણ સમજ;
બસ, હરખથી હાથ જોડી, મન તને સોંપી દીધું !
સરસ.
sooo simple and true .. !!
makes more touchy