સુલતાની તમારી

રંગ મેંદીનો અને પાની તમારી,
શું પછી ચાલી છે મનમાની તમારી !

જંપવા દેતી નથી, બોલ્યા કરે છે,
વણકહેલી ગોઠડી છાની તમારી.

સોરઠી ધીંગી હવા, દરિયો પૂનમનો,
સ્પર્શ એ, ને એ મધુર બાની તમારી.

હા, તમે છો યાદ, કે ક્યાંથી ભૂલું હું,
યાદ છે એક્કેક જીદ નાની તમારી.

બસ ફરી આવો, બધું ચરણે ધરી દઉં,
એ જ ઠસ્સો, એ જ સુલતાની તમારી.

( અશ્વિન ચંદારાણા )

2 thoughts on “સુલતાની તમારી

  1. Namaskar,

    Murabbi Heenaben, Ashwni Chandarana ne Ane tamneDHANYAVAD–Sultani Tamari mate…

    Kusum………….

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.