વગે થઈ ગઈ

અમારા રાજા વિક્રમની સમસ્યાઓ વગે થઈ ગઈ,
સિંહાસનની બધી બત્રીસ બાળાઓ વગે થઈ ગઈ.

ઘૂઘવતા પૂરની દહેશત સુધી તો સાચવી રાખી,
નદી ઊતરી જતાં એ સર્વ નૌકાઓ વગે થઈ ગઈ.

વખત પડતાં વખતને પણ નવેસર માન આપીને,
જરૂરત તૂટવા માંડી ને ઈચ્છાઓ વગે થઈ ગઈ.

સળગતું શહેર આખી રાત જાગ્યું લોહીમાં લથપથ,
સવારે સૂર્યના ખોંખારે ઘટનાઓ વગે થઈ ગઈ.

ખલીલ, એકેક મૌસમ થનગને છે મેનકા માફક,
બધા ઋષિમુનિઓની તપસ્યાઓ વગે થઈ ગઈ.

( ખલીલ ધનતેજવી )

One thought on “વગે થઈ ગઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *