કાંઈ વાંધો છે?

By heenaparekh  

મન ન્હાવાનું થાય,

ગીત સૂરજનું ગાય,

કોઈ તડકે ભીંજાય,

કાંઈ વાંધો છે?


વાત આગિયાની થાય, એમાં રંગ ના પુરાય,

એમાં સૂરજ ટંકાય, કાંઈ વાંધો છે?

છેક ટોચે ઝિલાય, જાત સોંસરવું જાય, આખું ભીતર ઘૂંટાય,

પછી હૈયું ભીંજાય, અને વહેતું જે થાય એને ઝરણું કહેવાય!

કાંઈ વાંધો છે?


એ રમતું જાય, અરે ઓ રમતું જાય, એક પતંગિયું ઊઘડે ને

ફોરમતું જાય, પછી ફૂલોના મનમાં તો કૈંનું કૈં થાય,

એનું આખ્ખુંયે ગીત ઓલ્યા ભમરાઓ ગાય!

કાંઈ વાંધો છે?


( કૃષ્ણ દવે )

Share

One Comment

  1. Posted July 29, 2009 at 10:24 pm | Permalink | Reply

    સુંદર ગીત- મનમોહક લય.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME