http://heenaparekh.com/2009/07/30/futurology/
હું ય
કોક દિ’ તો ઘરડો થઈશ ને!
પછી…………………………..
આંખે મોતિયો આવ્યો હોય તો ય
દીકરાની વહુના અવાજમાં
કેટલું હેત છે તે તો
હું જરૂર ભાળી શકીશ!
અને
મારી કરચળિયાળી ચામડીને ય
આસપાસ અટવાતા વાયરાના મનમાં શું છે
તે તો બરાબર સમજાઈ જશે!
કાને પુરું સંભળાતું ન હોય તેથી શું!
સ્વજનોની ગુસપુસ તો
મને જરૂર સંભળાશે!
અને
એક વાત કહું?
આષાઢના પ્રથમ દિવસે
જ્યારે
ધરતી પર ભીનીભીની સુગંધ વરસી પડે ત્યારે
હું ય
ઘડીભર તો
ગીતાને બાજુએ મેલીને
’મેઘદૂત’ વાંચવા મંડી પડીશ!
( ગુણવંત શાહ )



3 Comments
ખુબ જ સુંદર….!!! મારા બ્લોગની પણ મુલાકાત લેજો. http://www.mustakbadi.wordpress.com
VERY GOOD DEAR
ખુબ જ સુંદર…