સડક સમાન સહિયારું આ શહેર કોનું છે?
દીવાલ જેવું મજિયારું આ શહેર કોનું છે?
નથી તારું નથી મારું સડક આ શહેર કોનું છે?
પૂછો વગાડી નગારું, આ શહેર કોનું છે?
નીચે વહે છે નદી તે છે આ શોણિતની
ઉપર છે પુલ વ્યવહાર, આ શહેર કોનું છે?
ચરણ જો હોત ને મન હોત-ક્યાંક ભાગી જાત
વિશાળકાય બિચારું, આ શહેર કોનું છે?
ખુદા! શું કામ તૂટે આભ કોઈ ઘર માથે?
અહીં શું ઘર નથી તારું, આ શહેર કોનું છે?
ખરીદી લાવ્યાં હતાં જળ ને નીકળ્યાં મૃગજળ
દુકાનછાપ ઠગારું, આ શહેર કોનું છે?
પડે ન એકલું કે એકલા ન પડવા દે
છે મારા મન સમું ન્યારું આ શહેર કોનું છે?
લલિત ત્રિવેદીનું છે કાર્ડ એના ખિસ્સામાં
ખુદાને થૈ ગયું પ્યારું આ શહેર કોનું છે?
( લલિત ત્રિવેદી )
ચરણ જો હોત ને મન હોત-ક્યાંક ભાગી જાત
વિશાળકાય બિચારું, આ શહેર કોનું છે?…..
Lalitbhai made a nice Rachana….I like the above 2 lines very much Thinking of LEGS & MAN (Mind ) & linking it well to the message…
Lalitbhai…& Heenaben you are invited to CHANDRAPUKAR,,& Iam waitng !
Chandravadan ( Chandrapukar )
http://www.chandrapukar.wordpress.com
KHUBAJ SARAS HINAJI
ખરીદી લાવ્યાં હતાં જળ ને નીકળ્યાં મૃગજળ
દુકાનછાપ ઠગારું, આ શહેર કોનું છે?
શહેરકાવ્યો ખરેખર પોતાના શહેર્ની યાદ અપાવી જાય…જેમ કે જવાહર બક્ષીનું..તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું…
આવી સુંદર પંક્તિયુક્ત… વિચારસભર કવિતા માટે હિના અને લલિત બન્નેનો ખુબ ખુબ આભાર..
Lalitjini saras gazal!
Sapana
પડે ન એકલું કે એકલા ન પડવા દે
છે મારા મન સમું ન્યારું આ શહેર કોનું છે?
very nice……….
Nishit Joshi