કવિતાની તાકાત

કવિતાને કારણે

વરસાદ નહીં વરસે

કવિતાને કારણે

સૂરજ નહીં ઊગી શકે

કવિતાને કારણે

નહીં ભરી શકાય પેટ.

પણ કવિતા

જરૂર બતાવી શકે છે રસ્તો-

પાણી લાવવાનો

રાત પસાર કરવાનો

ભૂખ ભાંગવાનો


( મદન ગોપાલ લઢા, અનુ. સુશી દલાલ )

મૂળ: રાજસ્થાની

2 thoughts on “કવિતાની તાકાત

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.