લઘુકાવ્યો-૬

(૧)

બે પ્રેમી-

હાથમાં હાથ પકડી

દૂર…દૂર…દૂર

ભાગી ગયાં

બે મિત્રો

હાથમાં હાથ પકડી

આ….ખ્ખું….

નવું નક્કોર

વિશ્વ

લઈ આવ્યાં.


(૨)

દોસ્તી

એટલે

ભરઉનાળે

આંબાવાડિયામાં

નિરાંતે

બેસતાં

ખોળામાં ટપકી

પડતી

કાચી કેરીનો

સ્વાદ.


(૩)

મિત્રો

એટલે

એકમેકને

વળગીને

ઊભેલાં વૃક્ષો

જેને

વિસ્તરતાં વાર લાગતી નથી.


(૪)

તારાઓ….

આકાશે રચેલી મિત્રાવલિનાં

પરમ દ્રશ્યો.


(૫)

સૂર્ય

અંધકારનો પરમમિત્ર.


(૬)

દોસ્તી

લે

શૈશવનો વિસ્તાર…

એટલે-


( નલિની માડગાંવકર )

4 thoughts on “લઘુકાવ્યો-૬

 1. be meetro hathama haath aa…khuuu
  navu nakkor Vishwa lai aavya…
  kaharekahar sundar
  KAVYA Nanalinben
  tamari kalama sahi(ink)
  kadi na khute.
  CH@ndr@

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.