વિશ્વાસ-હરેશ કાનાણી

૧.

બાળકોને વિશ્વાસ છે

તૂટેલો દાંત લઈ જશે ચકલી

અને આગલા મહિને-

ભગવાન ચાંદીનો નવો દાંત

મોકલશે….

વૃક્ષને ભરોસો છે

મૂળમાં સમાયેલ પાણી

બદલાઈ જશે ફળોના રસમાં….

પરંતુ મને વિશ્વાસ કેમ નથી

સવાર તરફ સરકતી આ રાતમાં

ગાઢ નીંદર હોવા છતાં

કોઈ સંદર સ્વપ્ન આવવાની…?!

૨.

અમે

તને રમાડવા

તને છાનો રાખવા

બનતા હતા

ઊંટ તો ક્યારેક ઘોડો!

પણ

અમને ક્યાં ખબર હતી કે

ઊંટ કે ઘોડાને

તું

છોડી આવીશ

બળબળતા રેગીસ્તાનમાં….!

( હરેશ કાનાણી )

7 thoughts on “વિશ્વાસ-હરેશ કાનાણી

  1. હીનાબેન, તમે ખરેખર અદભૂત વાંચન ધરાવો છો. પહેલી કવિતા મને ખુબ ગમી. આવી સરસ કવિતાઓ તમે ક્યાંથી લઇ આવો છો? એમ. જે. લાઈબ્રેરીના સભ્ય છો કે છું?

  2. ઘણી જ સુંદર રચનાઓ અને કલ્પનાઓ.
    ખાસ તો બીજી રચના આજના ઘરડાઘરમાં વધતી જતી વસ્તી પરનો વેધક કટાક્ષ ઘણો જ તીક્ષ્ણ છે.

  3. Heenaben tamari beu kavita bahuj saras reete prastut kari che
    paheli kavitama je tamoe sundar sapana aav-wanu suchan khubaj
    gamyu.
    Ane biji kavitama (oont ke ghodane tu chodi aavish
    aa baD-baDta regestaan maa

    GHARDA THAWANI BEEK LAGE CHE…….shu thashe ?

    Ch@ndr@

  4. Pingback: મારી કવિતા અન્ય વેબસાઈડ પર વાચવા « કવિતા વિશ્વ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.