મથુરાથી ઊડીને

By heenaparekh  

મથુરાથી ઊડીને મોરપીંછ એક

ઓલ્યા ગોકુળની ગલીએ લહેરાયું,

અંધારી રાતે જોયું વીજળીના દીવે

એને ઝીલવાને દોડી ગયો વાયુ.


લઈને હિલોળાં નીર યમુનાનાં સરખાવે

એની નીલાશ સંગે વાન,

વૃંદાવન કુંજે ગમતીલા તરુવરની

ડાળીમાં ઊગ્યું એક ગાન,

સૂતી યશોદાની વેદનાને વીંધી

એનાં ઊંઘરેટાં નેણમાં સમાયું.


કૌતુકથી રાતે સૂતો સૂરજ જગાડ્યો

એનાં કિરણોનું ટોળું આવ્યું આંગણ,

નંદજીના ઘેર આખું આભ ઊતર્યું ને

ડોક ઊંચી કરીને જુએ ગોધણ,

રાધાએ મખમલિયા પીંછાને ચૂમ્યું

ત્યાં તો વાંસળીમાં સગપણ છલકાયું.


( હરીન્દ્ર દવે )

Share

6 Comments

  1. nishitjoshi
    Posted August 15, 2009 at 12:14 pm | Permalink | Reply

    bahu j saras

    JAI SHRI KRISHNA

    Nishit Joshi

  2. Hemant Vaidya
    Posted August 15, 2009 at 2:59 pm | Permalink | Reply

    કૌતુકથી રાતે સૂતો સૂરજ જગાડ્યો
    એનાં કિરણોનું ટોળું આવ્યું આંગણ,
    નંદજીના ઘેર આખું આભ ઊતર્યું ને
    ડોક ઊંચી કરીને જુએ ગોધણ,
    રાધાએ મખમલિયા પીંછાને ચૂમ્યું
    ત્યાં તો વાંસળીમાં સગપણ

    Very good Happy Janmastmi..

  3. Posted August 15, 2009 at 5:33 pm | Permalink | Reply

    Very very nice.
    Sapana

  4. Posted August 15, 2009 at 7:19 pm | Permalink | Reply

    happy janmnashthmi…nice poem..

  5. Ch@ndr@
    Posted August 17, 2009 at 8:45 pm | Permalink | Reply

    Radha e makha-maliya pinchha ne chumyu)

    tyan to vaansadi-ma sagapaN chala-kayu )
    “JANMASTAMI MUBARAK”

    Ch@ndr@

  6. pinke
    Posted August 18, 2009 at 3:13 pm | Permalink | Reply

    KHUB SHRSH.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME