મન ખરેખર મારવા જેવું હવે ક્યાં છે?
બસ, કશુંયે ધારવા જેવું હવે ક્યાં છે?
શૂન્ય-શિખર પર ઘણીયે ભીડ જામી છે
કે, ગઝલ અવતારવા જેવું હવે ક્યાં છે?
કોઈ ખૂણો પોતીકો લાગી નથી શકતો
ક્યાંય આંસુ સારવા જેવું હવે ક્યાં છે?
શ્વાસ પાછળ શ્વાસનો પગરવ પૂરો થઈ ગ્યો
ખૂબ લાંબા કારવાં જેવું હવે ક્યાં છે?
આખરે આકાશ આખું હોડમાં મૂક્યું
કોઈ પંખી હારવા જેવું હવે ક્યાં છે?
( સુરેન્દ્ર કડિયા )
કોઈ ખૂણો પોતીકો લાગી નથી શકતો
ક્યાંય આંસુ સારવા જેવું હવે ક્યાં છે? Real in Life ?????
Saras
Hemant Vaidya
swas pachad swasno pagrav puro thai gayo
khub lamba karwa jevu have kyan che ?(very true)
Ch@ndr@
શૂન્ય-શિખર પર ઘણીયે ભીડ જામી છે
કે, ગઝલ અવતારવા જેવું હવે ક્યાં છે?
કોઈ ખૂણો પોતીકો લાગી નથી શકતો
ક્યાંય આંસુ સારવા જેવું હવે ક્યાં છે?
Great!
Sapana
વાહ વાહ વાહ….. હિના…વાહ ખુબ સરસ….તમરુ “ક્યાં છે?” બહુજ પસન્દ આવ્યુ…
FUNNYBIRD FROM TORONTO
http://WWW.WEB4DESIGNING.COM