સંબંધોય

સંબંધોય જૂના પુરાણા થયા છે
તરત તોડે, લોકોય શાણા થયા છે!

હયાતી અમારી નથી મીરાં જેવી
છતાં આ બધા કેમ રાણા થયા છે?

ઊકલતા નથી એ સરળતાથી આજે
હવે મિત્ર મારા ઉખાણાં થયા છે!

વણાતો નથી એક સાચકલો માણસ
જુઓ જીર્ણ સૌ તાણાવાણાં થયા છે

નથી ઓઢી શકતો, નથી ફેંકી શકતો
છો મમતાની ચાદરમાં કાણા થયા છે

ગઝલનીય કેવી થઈ દુર્ગતિ આ
ઘણા શેર મારા ફટાણાં થયા છે!

( રિષભ મહેતા )

5 thoughts on “સંબંધોય

  1. હયાતી અમારી નથી મીરાં જેવી
    છતાં આ બધા કેમ રાણા થયા છે?
    Very nice Gazal.Thanks Heenaben
    Sapana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *