ઓહ, તારું જોવું ગોફણ જેમ
પંખી સૌ ઊડી જાય મારામાંથી ને પછી બાકી રહું સૂના ચણ જેમ
છાતીનું નામ ખાલી ઓરડા જો હોય તો આંખોનું નામ હોય બારી
ઝૂરવાનો અર્થ મરી જાવું જો થાય તો કાગડાનો અર્થ હો કટારી
મોગરો છો તો જરી મ્હેકમ્હેક થા, ફૂંકાવું છોડી દે રણ જેમ
ઓહ, તારું જોવું ગોફણ જેમ
તડકામાં તરફડતા વગડાથી બહેતર છે ચાંદનીમાં રાહ જોતી મેડી
રસ્તા સહુ ભૂલી જાઉં જ્યારે વંકાય તારા હોઠ સુધી લઈ જાતી કેડી
ચાહું છું તને સખી કહેવું’તું એમ મારે સાવ સીધું એક બે ને ત્રણ જેમ
ઓહ, તારું જોવું ગોફણ જેમ
( સંદીપ ભાટિયા )
Nice.Thanks
Tadkaama tarfadta vagadathi behtar che chandnima joti medi
kharekhar Sundar ghazal pirsi che…..
Ch@ndr@
KHUBAJ SARAS,SUNDAR
EMAY PREMIKA NU JAVU SAU KOINE AAKUL VYAKUL KARI JAY SHE
MATE MAST.
Very nice one>Touched my heart.
Sapana