http://heenaparekh.com/2009/08/25/fakir/
સાંજુકના
તે આવે છે
એ પહેલાં જ આવે છે
તેની સુગંધ.
તરબતર થઈ જાય છે
મારું નાક !
અને મન પ્રસન્ન !
ચપટીક લોબાન વેરે છે તે
ધૂપાણિયામાં ને
ધુમાડો ધુમાડો થઈ જાય છે
મારા વિચારો.
મારે ઘેર
પડોશીઓને ત્યાં
અને આમ જોઈએ તો
આખીય સોસાયટીમાં
ફેલાઈ જાય છે સુગંધ.
બસ આટલું કરે છે
ને ચાલ્યો જાય છે.
કંઈ બોલતો નથી
બબડતો નથી.
તમે એકાદ સિક્કો નાનકડો
ફેંકો કે ન ફેંકો
અચૂક આવે છે તે અહીં.
હરરોજ
સુગંધ હજીય
થોડી થોડી
આવ્યા કરે છે રહી રહીને
પણ તેનો આધાર
આખરે તો તમારા નાક પર છે !
( મંગળ રાઠોડ )



3 Comments
Wah…fakir par kavya koI great kavi j banavi shake.
Sapana
wah…!! bhai …wah…!!
Hi, Heena
” Lekin hame to aap ne jab hame mail bheja tabhi se aap ke aane ki khushbu aa gai (aaj ni prastuti)”