એકલવાયો

મારા એકાંતમાં

ધસી રહી છે એ સભાઓ

-જેમાં હું ગયો નથી.


મારા પુણ્યમાં પ્રબળ

રહ્યાં છે એ પાપો

-જે મેં કર્યા નથી.


મારી ગતિમાં

જે વળાંકે વળ્યો ન હતો

એ તરફનો ઝોક છે.


નથી આચરી શક્યો

એવા અપરાધોના સિંદૂરથી રચાયો છે

મારી નિર્દોષતાનો અરીસો.


મને એકાંતપ્રિય માનતા મિત્રોને હવે કેમ સમજાવું,

કે હું એકલવાયો છું !


( હરીન્દ્ર દવે )

4 thoughts on “એકલવાયો

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.