http://heenaparekh.com/2009/08/28/kem-kage-chhe/
કેમ કહે છે
કે
મને લખવા
કોઈ સરસ કાગળ નથી, શબ્દો નથી?
જો,
જરીક બારી બહાર જો !
રાતને રૂપેરી કરતા
ધરતી પર પથરાયેલા
કાગળો જ કાગળો
ને
પારિજાતની ઊઘડતી કળીઓના
શબ્દો જ શબ્દો.
ચાલ,
હવે મને પત્ર લખ…
( પન્ના નાયક )



2 Comments
Heenaben,
Pannabenni badhI kavitao Chati par vagi jay Che.aa to sonsarvi utari.
Sapana
વાહ વાહ
જરીક બારી બહાર જો !
રાતને રૂપેરી કરતા
ધરતી પર પથરાયેલા
કાગળો જ કાગળો ….ચાલ, હવે મને પત્ર લખ…
લખણ બહુજ પસન્દ આવ્યુ…
http://www.Web4designing.com