આંખમાં ખાલીપો

આંખમાં ખાલીપો ભર નહીં, ભર નહીં

દ્રશ્ય! દાદાગીરી કર નહીં, કર નહીં

 

એક તું છે અને એક તારી વ્યથા

બેઉ સાથે રહી તર નહીં, તર નહીં

 

બહુ બધા યુગ થયા, બહુ બધાં મૃગ થયાં,

તું સીતાઓ સતત હર નહીં, હર નહીં

 

વૃક્ષ થઈ વૃક્ષની વૃક્ષતા રોળ મા

તું શિલાઓ ઉપર ખર નહીં, ખર નહીં

 

શબ્દમાં સ્થિર થા, અર્થ ગંભીર થા

તું કલમ સોંસરો સર નહીં, સર નહીં

 

( સુરેન્દ્ર કડિયા )

7 thoughts on “આંખમાં ખાલીપો

 1. બહુ બધા યુગ થયા, બહુ બધાં મૃગ થયાં,

  તું સીતાઓ સતત હર નહીં, હર નહીં

  very nice….

 2. શબ્દમાં સ્થિર થા, અર્થ ગંભીર થા

  તું કલમ સોંસરો સર નહીં, સર નહીં..
  Very nice she’r.

  sapana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *