કારણ

By heenaparekh  

સુખડનાં લાકડાં ભેગાં કરી

તમે મને અગ્નિદાહ દીધો,

બધાંએ વાહ વાહ પણ કરી

સુખડની સુગંધ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ,

…પણ હું બળી કેમ ના ગઈ?

મારાં હાડકાં ફૂટી ફૂટીને રાખ કેમ ના થઈ ગયાં?

મારા જ્ઞાનતંતુ જાગૃત કેમ રહી ગયા?

ને તોય-

તમે એવું તે શું કર્યું?

કે શરીરમાંથી

ચોવીસે કલાક જ્વાળાઓ સળગતે રહે !

તમને દેખાય છે?

ના, તમને તો નહીં જ દેખાય !

કારણ એટલું જ કે

તમે મિત્ર છો !


( એસ્થર ડેવિડ )

Share

5 Comments

  1. hanif
    Posted August 31, 2009 at 9:49 am | Permalink | Reply

    thanks

  2. Posted August 31, 2009 at 6:11 pm | Permalink | Reply

    sundar..

  3. Hemant Vaidya
    Posted August 31, 2009 at 8:13 pm | Permalink | Reply

    ચોવીસે કલાક જ્વાળાઓ સળગતે રહે !

    તમને દેખાય છે?

    ના, તમને તો નહીં જ દેખાય !

    કારણ એટલું જ કે

    તમે મિત્ર છો !
    saras

    Hemant vaidya

  4. Posted September 1, 2009 at 4:29 am | Permalink | Reply

    wah.. vaNchati hati to mane laagyu PannabennI Che.sunder.
    Sapana

  5. Ch@ndr@
    Posted September 2, 2009 at 12:12 am | Permalink | Reply

    hanuj sundar reete ghzaal prastut kariche
    very good one.

    ChAn@r@

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME