પરવડે નહીં

By heenaparekh  

આંખો રહે ઉદાસ મને પરવડે નહીં.
બુઝે નહીં એ પ્યાસ મને પરવડે નહીં.

કોઈ બીજાની આશ મને પરવડે નહીં.
આ આંધળો વિશ્વાસ મને પરવડે નહીં.

દિલથી કરો જો યાદ તો સન્મુખ આવશે,
કાયમ કોઈ તલાશ મને પરવડે નહીં.

ક્યાંથી ઉદાસી આજ આ ટોળે વળી ગઈ,
મારી જ આસપાસ મને પરવડે નહીં.

અંધાર મૂળમાંથી ઉખેડીને ફેંકીએ,
આ બે ઘડી ઉજાસ મને પરવડે નહીં.

શબ્દો જ મારા લોહીમાં છે રક્તકણ સમા
‘હમદમ’ ગઝલ વનવાસ મને પરવડે નહીં.

( તુરાબ હમદમ )

Share

8 Comments

  1. wisdom9
    Posted September 1, 2009 at 9:03 am | Permalink | Reply

    excellent poems! ashirwad from me! since you like to read i can suggest you some of the best books on spirituality as my library has thousands of books!
    visit my blogs
    http://spiritualpath.blogspirit.com
    http;//betterlifefoundation.bravehost.com
    http://vishwachetna.wordpress.com

    blessings
    swami avadhootananda

  2. Posted September 1, 2009 at 10:29 am | Permalink | Reply

    શબ્દો જ મારા લોહીમાં છે રક્તકણ સમા
    ‘હમદમ’ ગઝલ વનવાસ મને પરવડે નહીં.
    સુંદર અભિવ્યક્તિ!!!!

  3. Posted September 1, 2009 at 6:07 pm | Permalink | Reply

    Really nice,

    After long time i have visit your blog, Nice Blog template you select on this blog.

    Feeling really good after coming on this blog & Reading such poems !!

    Keep it up!!

  4. Ch@ndr@
    Posted September 2, 2009 at 12:06 am | Permalink | Reply

    khubaj saras ,,,,

    Ch@ndr@

  5. Posted September 2, 2009 at 1:17 am | Permalink | Reply

    બહુ સરસ ગઝલ.

  6. Posted September 2, 2009 at 5:07 am | Permalink | Reply

    દિલથી કરો જો યાદ તો સન્મુખ આવશે,
    કાયમ કોઈ તલાશ મને પરવડે નહીં.

    wow very cool spirituality blog……………

    FUNNYBIRD
    http://WWW.WEB4DESIGNING.COM

  7. Mina Mehta
    Posted September 2, 2009 at 9:05 pm | Permalink | Reply

    I can not found any words for it. & do you know????? simple comment “tamne parvade nahi”

  8. Posted September 3, 2009 at 8:21 am | Permalink | Reply

    શબ્દો જ મારા લોહીમાં છે રક્તકણ સમા
    ‘હમદમ’ ગઝલ વનવાસ મને પરવડે નહીં.

    wah kya bat hai..Thanks Heenaben

    Sapana

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME