http://heenaparekh.com/2009/09/02/sav-achanak/
સાવ અચાનક,
મારી અંદર કંઈક તૂટ્યું…
અને
એક ઝાટકા સાથે
અસ્તિત્વ આખામાંથી,
ધગધગાટ લાવાનો ધોધ ફૂટી નીકળ્યો.
રૂંવે રૂંવે દઝાડે….
કણ કણને બાળે…એવો !
ગરમ-ખારું પાણી
મારા ગળાને ભીંજવતું,
તદ્દન બેકાબૂ બનીને,
મારા ગાલ પરથી વહ્યા કર્યું…
…ક્યાંય સુધી.
અને બધું પછી, ઠરી ગયું.
મારી ચેતના સહિત !
હવે એક સખત આવરણ લપેટાઈ ગયું છે.
મારા મનને-મારી સંવેદનાઓને ઢબૂરીને.
એક કડક કોચલું છે…
..મારી આંખોથી મારા હોઠ સુધી !
બધું સુક્કુંભઠ્ઠ છે.
રણની રેતી જેવું.
મુઠ્ઠીમાં ભરો તો સરકી જાય,
પાણી રેડો એટલું પી જાય.
હવે ક્યાંય કશું સળગી ઊઠે એવું નથી,
ને તોય,
દાઝ્યા કરે છે-સતત ઊંડે ને ઊંડે !
( કાજલ ઓઝા-વૈદ્ય )



3 Comments
દઝાડી દે એવું કાવ્ય. સરસ.
dilne dukhyu.
Sapana
મુઠ્ઠીમાં ભરો તો સરકી જાય,
પાણી રેડો એટલું પી જાય.
હવે ક્યાંય કશું સળગી ઊઠે એવું નથી,
ને તોય,
દાઝ્યા કરે છે-સતત ઊંડે ને ઊંડે !
( કાજલ ઓઝા-વૈદ્ય )
very very good fueeling