ફૂલોની વચ્ચે શરાબની સુરાહી
હું એકલો પીઉં છું : નથી કોઈ મિત્ર મારી સાથે
હું મારો જામ ઉઠાવું છું : અને ચંદ્રને આમંત્રણ આપું છું
એ અને મારો પડછાયો અને અમે ત્રણ
કેમ પીવાય તેની ચંદ્રને ગતાગમ નથી
મારો પડછાયો મારી ફૂલો સાથેની છેડછાડના ચાળા પાડે છે
પણ હું તો આ બંને સાથે જલસા કરીશ
અને ઘડીના છઠ્ઠા ભાગમાં થઈ જશે વસંત
ચાલો, આપણે સોગંદ લઈએ કે માનવીય બંધનોથી દૂર
આપણે મિત્ર થઈશું.
અને જ્યાં રૂપેરી નદીનો અંત આવે છે
ત્યાં મળીશું.
( લિ બાઈ-ચાઈનીઝ કવિ, અનુ. વિક્રમ શેઠ )
kem piway teni ch@ndr@ ne gatagam nathi
maro padchhayo mari fulo satheni chhedchhad na chada pade che
“BAHUJ SARAS”
cH@NDR@
saras !!