આપણો સંબંધ

By heenaparekh  

આપણો સંબંધ

કોના જેવો

ફૂલ અને ફોરમ જેવો તો નહીં જ.

કદાચ ફૂલ અને ઝાકળ જેવો.

આપણો સંબંધ

ખડક અને પાણી જેવો

કદાચ મૌન અને વાણી જેવો.

આપણો સંબંધ

આપણા જેવો.

કોઈના જેવો નહીં.

આપણો સંબંધ

બંધ પરબીડિયા જેવો

જેમાં હોય છે

એક કદીયે ન લખાયેલો

કેવળ કોરો કાગળ

- આપણો સંબંધ.

( સુરેશ દલાલ )

Share

3 Comments

  1. nishitjoshi
    Posted September 9, 2009 at 10:30 am | Permalink | Reply

    એક કદીયે ન લખાયેલો

    કેવળ કોરો કાગળ

    - આપણો સંબંધ.

    bahu j saras aa SANMANDH

  2. Posted September 9, 2009 at 11:53 am | Permalink | Reply

    wah.bahu saras achandas.

    Sapana

  3. Posted September 10, 2009 at 12:14 pm | Permalink | Reply

    saras rachna

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME