http://heenaparekh.com/2009/09/12/thaki-javay-pan/
ચહેરાપણું સ્વીકારતા થાકી જવાય પણ,
દર્પણની બહાર આવતા થાકી જવાય પણ.
કૂવો નથી કે વાવ, એ તો આંખ છે અરે !
ઊંડાણ એનું તાગતા થાકી જવાય પણ.
એના વિશેના શહેરને શોધી શક્યો છું હું,
એને શહેરમાં શોધતા થાકી જવાય પણ.
ચહેરા સુધી તો પહોંચવું શાયદ બની શકે,
જુલ્ફોના વળ સંવારતા થાકી જવાય પણ.
મૃત્યુની બીક હોય, એ માણસ સ્વભાવ છે,
થોડું વધારે જીવતા થાકી જવાય પણ.
( કૈલાસ પંડિત )



2 Comments
આતો કૂવો છે ને છે આ વાવ
ન ઢાંકણ છે,ફટ ઉઘાડા સાવ.
આંખના કૂવાને કીકીનું ઢાંકણ.
ન ફૂટ કે વાર,ન કોઈ માપણ.
Mrutyu ni bik hoy, e maanas swabhav che
Thodu vadhare jivta thaki javai paN..
“bahuj saras”
Ch@ndr@