હું તો તમને પ્રેમ કરું છું

ખૂબ રડેલો માણસ છું હું,
દર્દ ભરેલો માણસ છું હું.

હું તો તમને પ્રેમ કરું છું,
માણસઘેલો માણસ છું હું.

અંતરિયાળે, ધૂળ વચાળે,
ક્યાંક મળેલો માણસ છું હું.

છો ને વાંચો લાખ કિતાબો,
પ્રેમપઢેલો માણસ છું હું.

દોસ્ત દુ:ખી છું જીવનમાં બહુ,
પણ સમજેલો માણસ છું હું.

( દોસ્ત મેર )

5 thoughts on “હું તો તમને પ્રેમ કરું છું

 1. Heenabe,,aajni gazal etali umdaa chhe ke waat j nahi,,,,

  “Khubaj radelo maanas chhu hu”
  “Dard bharelo maanas chhu hu”
  “Dost du:khi chhu jiwanmaa bahu”
  “Pan samjelo maanas chhu hu”

  Ch@ndr@

 2. આપનો બ્લોગ ગમે છે .તેમાની દરેક કૃતિ સુંદર હોયછે
  મારા બ્લોગની યાદી ઉમેરવા નમ્ર વીનતી.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.