ઉઝરડાના ઘરમાં

ન જાણે હું આવ્યો છું કેવી સફરમાં !
ઉતારો મળ્યો છે ઉઝરડાના ઘરમાં !

પણે એક અધખૂલ્લી બારી મહીંથી,
નવો એક રસ્તો પડે છે નગરમાં.

અકારણ ઉતાવળ કરી છે મરણમાં,
હજી ‘કામ ચાલુ છે’ મારી કબરમાં.

ઉપર એના હસ્તાક્ષરોમાં લખ્યું’તું
પ્રિયે ! આજ સઘળું મૂકું છું કવરમાં.

મને પ્રશ્ન એવો પુછાવે છે મિત્રો,
તું લખતો થયો ‘પ્રેમ’ કોની અસરમાં?

( જિગર જોષી ‘પ્રેમ’ )

3 thoughts on “ઉઝરડાના ઘરમાં

  1. અકારણ ઉતાવળ કરી છે મરણમાં,
    હજી ‘કામ ચાલુ છે’ મારી કબરમાં.

    all she’rs are nice .This one is best.

    Sapana

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.