આંખો મીંચુ ઉઘાડું ન્યાળું કશુંક જુદું,
ગૂંથાય છે હવે એ જાળું કશુંક જુદું !
અમથી ફર્યા કરે છે આ ગોળ ગોળ કૂંચી,
ઊઘડે ન બંધ થાતું, તાળું કશુંક જુદું !
ઊકળ્યું છે આંખ સામે, ઘૂંટ્યું છે આજ હાથે,
કિન્તુ અલગ છે ગળણી, ગાળું કશુંક જુદું !
આ સાંજની ઉદાસી ને આ ભભકતું ફાનસ,
કરીએ મળીને ચાલો વાળું કશુંક જુદું !
( હર્ષદ ત્રિવેદી )
બહુ ઊંચી કક્ષાની ગઝલ.
nice one
બહુ જ સરસ.
આ સાંજની ઉદાસી ને આ ભભકતું ફાનસ,
કરીએ મળીને ચાલો વાળું કશુંક જુદું !
Nice lines.
sapana