એનું સ્મરણ

By heenaparekh  

સહેજ અમથું બહાનું ને આવી ચડે એનું સ્મરણ-
એક ક્ષણ ખાલી, બીજી ક્ષણને અડે એનું સ્મરણ-

ભાર આખા ભવનો લઈને હું ભમું આ જગ વિશે
જ્યાં જઉં ત્યાં માર્ગમાં બસ આથડે એનું સ્મરણ-

મારી એકલતામાં એની એટલી વસ્તી સભર
સહેજ પણ જગ્યા થતામાં દડબડે એનું સ્મરણ-

જિંદગી સાથે જ ના-એ જીવ સાથે છે જડાયું
જીવ મૂંઝાતાં જરા આવી પડે એનું સ્મરણ-

કોઈ ઘટના, કોઈ વ્યક્તિ કે વળી વસ્તુ વિશે
ચિત્ત જ્યાં સંચાર કરતું ત્યાં જડે એનું સ્મરણ-

હું જ મારો સાથ છોડીને જઈશ ચાલ્યો કદી
ત્યાં સુધી તો જીવશે મારા વડે એનું સ્મરણ-

એ નથી-એના વિશેની વારતા પ્રસર્યા કરે
ને સતત આંતર ચિતા શું ભડભડે એનું સ્મરણ-

( હેમંત દેસાઈ )

Share

3 Comments

  1. Posted September 22, 2009 at 12:33 pm | Permalink | Reply

    દડબડવું અને દડદવું – આ બે શબ્દોના અર્થમાં સૂક્ષ્મ ફરક છે. કવિ શેરમાં જે કહેવા માંગે છે એમાં દડબડે કરતાં દડદડે વધારે અભિપ્રેત હોય એમ લાગે છે…

  2. Posted September 22, 2009 at 7:58 pm | Permalink | Reply

    sunder gazal.

    smaranoni vaat aave etle kahu.

    ચાંદની આ રાત, ભીંજાતા તડપતા એ ચકોર,

    રૂપથી રૂપેરી નદી તારા જ સ્મરણો લાવશે…….સ્મરણો લાવશે
    Sapana

  3. Posted September 23, 2009 at 3:30 am | Permalink | Reply

    હેમંત દેસાઈની રચનાઓનું ચિંતન અને બારીક નકશીકામ સ્પર્શી જાય એવું છે. ખૂબ સુંદર ગઝલ.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME