લો ચાલો હવે!

તેજના તોખાર લો ચાલો હવે!
ભેદવા ઓ ધાર, લો ચાલો હવે!

ખેલ ખાંડાધાર એવી ખેપ છે
માંયલો પોકાર, લો ચાલો હવે!

મેઘલી મધરાતનો ભેંકાર છે,
વીજળી ઝોકાર, લો ચાલો હવે!

રાજવી શાં રાવણાં આવી મળે,
તેડશે મોજાર, લો ચાલો હવે!

શૈલ, ખીણો, ભેખડો શું ભેળવે?
રાહ બારોબાર, લો ચાલો હવે!

રાત થોડી, વેશ ઝાઝા, શું કરે?
લાગણી ચોધાર, લો ચાલો હવે!

( જગદીશ ધનેશ્વર ભટ્ટ )

4 thoughts on “લો ચાલો હવે!

 1. રાત થોડી, વેશ ઝાઝા, શું કરે?
  લાગણી ચોધાર, લો ચાલો હવે!

  wah saras.

  Sapana

 2. Nice one.
  રાત થોડી, વેશ ઝાઝા, શું કરે?
  લાગણી ચોધાર, લો ચાલો હવે!Best lines.
  Sapana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *