સાંજ

સાંજ સમયને છોલે
ધીમે ધીમે એમ સમયનાં બધાં આવરણ ખોલે
સાંજ સમયને છોલે

પડખું ફરતો, કરાંજતો કે સળવળતો ઈતિહાસ
ખેલાતું હો ફારસ, કે ત્યાં રેલાતા હો રાસ
ઘેરાતી સંધ્યાને કાંઠે બધું ચડે છે ઝોલે
સાંજ સમયને છોલે

કંઠ અને છાતીની વચ્ચે અટવાયેલું ગાણું
સાંજ એટલે ખોવાઈને મળી જવાનું ટાણું
સૂરજનું તાજેતાજું ફળ રોજ સવારે ફોલે
સાંજ સમયને છોલે

( રમણીક સોમેશ્વર )

2 thoughts on “સાંજ

  1. કંઠ અને છાતીની વચ્ચે અટવાયેલું ગાણું
    સાંજ એટલે ખોવાઈને મળી જવાનું ટાણું
    સૂરજનું તાજેતાજું ફળ રોજ સવારે ફોલે

    Wah kyaa baat hai?

    sapana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *