રૂપાંતર કરી નાખો

પૂનમનો ચંદ્ર

તો ખીલ્યો છે સોળે કળાએ

પણ

દરિયામાં ભરતી ક્યાં?!

સ્થગિત છે બધાંય મોજાં!

જાણે કોઈએ

કહ્યું ન હોય ‘સ્ટેચ્યુ’!

પવન તો ઘણુંયે વાય છે

પણ

જરીકે હાલતું નથી

એકેય વૃક્ષનું  એકેય પાન!

બીજ તો રોપાયાં છે અસંખ્ય

ખાતર-પાણીનીય કમી નથી રહી

છતાં

અંકુરાતું નથી કશુંય!

વીજ

તો ચમકે છે અવારનવાર

પણ

ક્યાં કોઈ નવરું છે જરીકે

મોતી પરોવવા?

વરસાદ તો

વરસે છે મૂશળધાર

પણ

ક્યાં કશુંયે

ભીંજાય છે જરીકે?!

અગ્નિ તો પ્રગટે તો છે

પણ બળબળતા અગ્નિમાં

બળતું નથી

સૂકું તણખલુંય!

કોઈ આવીને

અહલ્યાની જેમ

મારુંય

રૂપાંતર કરી નાખો

પથ્થરમાં…

મારે

કવિ નથી થવું.


( યોગેશ જોષી )

One thought on “રૂપાંતર કરી નાખો

 1. sumdar achandas!

  અહલ્યાની જેમ

  મારુંય

  રૂપાંતર કરી નાખો

  પથ્થરમાં… jo em bani shake to?
  Sapana

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.