રૂપાંતર કરી નાખો Sep29 પૂનમનો ચંદ્ર તો ખીલ્યો છે સોળે કળાએ પણ દરિયામાં ભરતી ક્યાં?! સ્થગિત છે બધાંય મોજાં! જાણે કોઈએ કહ્યું ન હોય ‘સ્ટેચ્યુ’! પવન તો ઘણુંયે વાય છે પણ જરીકે હાલતું નથી એકેય વૃક્ષનું એકેય પાન! બીજ તો રોપાયાં છે અસંખ્ય ખાતર-પાણીનીય કમી નથી રહી છતાં અંકુરાતું નથી કશુંય! વીજ તો ચમકે છે અવારનવાર પણ ક્યાં કોઈ નવરું છે જરીકે મોતી પરોવવા? વરસાદ તો વરસે છે મૂશળધાર પણ ક્યાં કશુંયે ભીંજાય છે જરીકે?! અગ્નિ તો પ્રગટે તો છે પણ બળબળતા અગ્નિમાં બળતું નથી સૂકું તણખલુંય! કોઈ આવીને અહલ્યાની જેમ મારુંય રૂપાંતર કરી નાખો પથ્થરમાં… મારે કવિ નથી થવું. ( યોગેશ જોષી )
sumdar achandas!
અહલ્યાની જેમ
મારુંય
રૂપાંતર કરી નાખો
પથ્થરમાં… jo em bani shake to?
Sapana