હું ભૂરા આકાશની ચાદર મઢું,
હું રૂહાની જિસ્મમાં ઈશ્વર મઢું.
ગોધૂલિ દ્રશ્યો તરે છે પાદરે,
ભીતરે મદમસ્ત હું પાદર મઢું.
ફૂલ ભીની મ્હેક ને પીસી તમે,
હું હ્રદય ભીતર જરા અત્તર મઢું.
શું ઢબૂકતા ઢોલ વાગે આંગણે,
ગીત રાસે તાલબધ્ધ અવસર મઢું.
પત્ર કાંઠે, પેન તરતી નાવડી,
શબ્દનો હું લાજવાબ સાગર મઢું.
પ્રેમ ચોમાસે ઘડીભરનું મિલન,
હું જુદાઈની પછી ઝરમર મઢું.
ઢાંકજે “બેન્યાઝ” ઊર્મિનું કફન,
લાશને હું કબ્રની ભીતર મઢું.
( બેન્યાઝ ધ્રોલવી )
પત્ર કાંઠે, પેન તરતી નાવડી,
શબ્દનો હું લાજવાબ સાગર મઢું.
saras lines.
sapana