સીંદરી બળી ગઈ

સીંદરી બળી ગઈ છે વળ ફક્ત છે આભાસી,
જાણતલ તો જાણે છે આ જગત છે આભાસી.

જીત-હારની ચિંતા છોડ મન મૂકીને રમ,
પ્રાણથીય વ્હાલી છે પણ રમત છે આભાસી.

બહારથી જુદો લાગે ને મળે જુદો અંદર,
ટૂંકમાં અહીં માણસ હરવખત આભાસી.

ભાર મૂક ના માથે લઈ જઈશ શું સાથે?
તું ભલે બચાવે છે પણ બચત છે આભાસી.

કોણ કરતું રખવાળા શોધ કોણ છે રાજા?
તાજ પણ છે આભાસી ને તખત છે આભાસી.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

7 thoughts on “સીંદરી બળી ગઈ

  1. બહારથી જુદો લાગે ને મળે જુદો અંદર,
    ટૂંકમાં અહીં માણસ હરવખત આભાસી.

    mane Rajeshbhaini gazalo game che.
    Sapana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.