બાગોયે ઉઝરડા કરવા લાગ્યા,
હાય! અમે ફૂલોથી ડરવા લાગ્યા.
ગુલાબી પાનખરો વેઠું હરપળ,
ગભરાતો જીવ જોઈ ખરતી કૂંપળ,
લીલા વેરાનોમાં વસવા લાગ્યા.
કાગળને બદલે ના વાદળ મોકલ,
તાણ, ઝડી, વા ને હું પંડે એકલ,
આંખે તોફાન; કરા પડવા લાગ્યા.
ધુળાયાં દર્પણ; નજરાયાં કામણ,
નેવા પર શ્રાવણ ને આંગણમાં રણ,
વરસાદો કોરું ઝરમરવા લાગ્યા.
છાતીનું નામ એક વણઝારી વાવ,
પીડાની પોઠે ત્યાં નાખ્યા પડાવ,
લોહીમાં તાપણાંઓ બળવા લાગ્યાં.
રેલાતી રાત કરે વેરણ જુલમ,
અંગ અંગ ચાંપે ધગધગતી પૂનમ,
સુવાળાં અજવાળાં ડસવા લાગ્યાં.
( જગદીપ ઉપાધ્યાય )
It is very early morning and received this beautiful poem,
Thanks to Jagdishbhai for such a creation.
Keeping sending ! !
Dear Heenaben,
I will appriecate if you can put some poem of Shree Dula Bhaya Kag (Kag bapu)
Thanks
નેવા પર શ્રાવણ ને આંગણમાં રણ,
વરસાદો કોરું ઝરમરવા લાગ્યા.
સુંદર રચના, ખૂબ ગમી.