અર્થો રિબાય છે

પળપળનું એ પછીથી પાણી મપાય છે,
જ્યારે કોઈનો આખરી આધાર જાય છે.

અમને સમજવા સમજણ ઓછી પડી જશે,
અમને કદી ન પૂછો અમને શું થાય છે.

અહીંયા અસંખ્ય રાતો આવે છે સામટી,
અહીંયા અસંખ્ય દિવસો પળમાં જિવાય છે.

ડૂબી જવાના ભયનું એવું તે જોર છે કે,
એક જ હલેસે જોજન દરિયો કપાય છે.

લાચારીઓ મળીને ભીનાં કરે છે ખોયાં,
મજબૂરીઓ મળીને હાલરડાં ગાય છે.

મારી ઉદાસીઓને વાચા દઈ દઈને,
માંદા પડ્યા છે શબ્દો, અર્થો રિબાય છે.

( ચંદ્રેશ મકવાણા )

3 thoughts on “અર્થો રિબાય છે

 1. Namaskar Heena,

  Again this morning it is pleasure to read this Poem by Shri Chandresh !!

  Thanks for your effort.

 2. મારી ઉદાસીઓને વાચા દઈ દઈને,
  માંદા પડ્યા છે શબ્દો, અર્થો રિબાય છે.

  puri gazal sunder Che.mane aa pankatio vadhaare gami.

  Sapana

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.