પીપળો Oct10 પીપળો રે ઊગ્યો પછીતમાં… ઊભું છે લોક એને પૂજવા મારા તે મોલની મોવાડ ચોખા ચોડે ને કંકુ છાંટતા દોરાથી બાંધી દે ઝાડ ભાળે ના કોઈ એમાં પાડી છે ફાટ એણે ક્યાં જઈને ભીતમાં… પીપળો રે ઊગ્યો પછીતમાં… ક્યાંથી ઉખેડું એનાં મૂળિયાં ફેલાયો ઘરની મોઝાર સૌ દેખે ચડકાટ અને ભીતર ખખડાટ આ તો દીવાની શગમાં સંસાર ઘરચોડું ઉકેલું પાનેતર પાથરું ગોતું વિલાયા ગીતમાં… પીપળો રે ઊગ્યો પછીતમાં… ( ધીરેન્દ્ર મહેતા )
સુંદર કવિતા પીપળા વિષે ટુંકમાં કેટલું બધુ ઉંડાણથી કહી દે છે ધીરેન્દ્ર મહેતા..
હિનાને અભિનંદન
sundera achandas.
sapana
saras kavita mane mane sabdo khus sara lagya..