http://heenaparekh.com/2009/10/11/mann-ma-chhe-pankhar/
મનમાં છે પાનખર ને વાતો વસંતની: અંત ને અનંતની કરતી રહું.
શિખરની ટોચ પર ઊભીને સ્થિર હું રેશમી હવાની જેમ ફરતી રહું.
છૂટેલા તીર જેવી મારી ગતિ
એને રોકીને વળી વળશે પણ શું?
ક્યાંયે નહીં કોઈથી ક્યારેય બંધાઉં નહીં
મને કોઈનો તે મોહપાશ વળગશે પણ શું?
ઊછળી ઊછળીને શમતા તરંગમાં માછલીની જેમ હું તો તરતી રહું.
મનમાં છે પાનખર ને વાતો વસંતની: અંત ને અનંતની કરતી રહું.
છત કે અછત હોય કે સ્થિતિ કે ગતિ હોય:
પણ મારો પોતાનો અજાણ્યો છે દ્વીપ
મારામાં રોજ રોજ મોતી બંધાય છે
એવી છે મારી એક છાનેરી છીપ
પળેપળ રાખું કુંવારી છતાંયે રોજ રોજ તને તો હું પરણતી રહું.
મનમાં છે પાનખર ને વાતો વસંતની: અંત ને અનંતની કરતી રહું.
( સુરેશ દલાલ )

3 Comments
મનમાં છે પાનખર ને વાતો વસંતની: અંત ને અનંતની કરતી રહું.Beginning is very good.
sunder geet.
Sapana
Namaskar ! ! Heenaben,
As usual great job !!
Thnks
પળેપળ રાખું કુંવારી છતાંયે રોજ રોજ તને તો હું પરણતી રહું.
મનમાં છે પાનખર ને વાતો વસંતની: અંત ને અનંતની કરતી રહું.
really great!!!!
& nice blog
vasudha